મોરબીના ઉદ્યોગકારો સાથે દગો કરનાર ચીટર વેપારીઓને કાયદો નહિ છોડે : ગૃહમંત્રી

- text


ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોના ફસાયેલા નાણા પરત મેળે તે માટે સીટની રચનાની જાહેરાત કરી

રાત દિવસ મહેનત કરીને વેપાર કરવાની સાથે હજારો લોકોને રોજી આપનાર ઉદ્યોગકારો લોનના હપ્તા ભરી હાઇપર ટેનશનનો ભોગ બને છે ત્યારે હવે એક પાવલી પણ ખોટી નહિ થવા દવ : ગૃહમંત્રીની સીરામીક ઉદ્યોગને નાણાકીય વ્યવહારમાં સુરક્ષા આપવાની બાંહેધરી

મોરબી : મોરબીના બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવા આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સીરામીક ઉદ્યોગના બહાર ફસાયેલા નાણાં પરત મેળવવા મામલે અગત્યની બેઠક કરી હતી. જેમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે મોરબીનો સીરામીક ઉદ્યોગ આપબળે મહેનત કરીને વિશ્વ સ્તરે અંકિત થયો હોય અને એની મહેનતની કમાણી બીજા ચિટર વેપારીઓ ઓળવી જાય એ સરકાર કોઈ કાળે સાંખી નહિ લે અને ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત મેળવવા માટે સીટની રચના કરીને રાત દિવસ મહેનત કરીને વેપારમાં ભાવ ઉંચા નીચા થતા હોવા છતાં હજારો લોકોને રોજી આપી તેમજ લોનના હપ્તા ભરી ભરી હાઇપર ટેનશનનો ભોગ બનનાર ઉદ્યોગકારોની એક પાવલી પણ ખોટી નહિ થવા દવ તેવી બાંહેધરી આપુ છું.

સીરામીક ઉદ્યોગકારો સાથે મીટીંગ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબીના ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો તેમજ સીરામીક એસોશીએશના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા સહિતના ઉદ્યોગકારોની ખાસ સીરામીક ઉધોગના વેપારને સુરક્ષા પ્રદાન કરવાની રજુઆતને ગુજરાત સરકારે ગંભીર નોંધ લીધી છે. જેમાં સીરામીક ઉદ્યોગકારોના બહાર રાજ્યોમાં વેપાર માટે 10 હજાર કરોડથી વધુ નાણાં ફસાયા છે. આ માટે ખાસ સીટની રચના કરીને મોરબીમાં અલગ પોલીસ સ્ટેશન બનાવાયું છે. જેમાં ઉદ્યોગકારો પોતાની સાથે થયેલી છેતરપીંડીની ફરિયાદ નોંધાવી શકે છે.

વધુમાં બહાર રાજ્યનો વેપારી મોરબીની કોઈ સીરામીક ફેક્ટરીમાં જઈને વિશ્વાસ આપીને લાખો કરોડોનો માલ લઈ જઈ અને બાદમાં તેના રાજ્યમાં જઈને સીરામીક ઉદ્યોગકારો સાથે વિશ્વાસઘાત કરે છે. આ બહાર રાજ્યનો વેપારી માલ લઈને નાણાં પરત આપવામાં દગો કરે છે ત્યારે સીરામીક ઉદ્યોગકારો એની પાસેથી નાણા પરત મેળવવા ફોન ઉપર ફોન કરે છે. પણ કઈ સરખો જવાબ મળતો નથી. ત્યારે સીરામીક ઉદ્યોગકારો એના રાજ્યમાં નાણાં મેળવવા જાય તો નાણાં પરત મેળવવાનું બાજુએ રહ્યું ઉલ્ટાનું સીરામીક ઉદ્યોગકારો પર તે રાજ્યમાં ખોટા કેસ કરવામાં આવે છે. આથી રાજ્ય સરકાર ઉદ્યોગકારોના વેપારની સુરક્ષા માટે ખાસ સીટ લઈને આવ્યું છે. જેનાથી કોઈ પણ ઠગાઈ કરનાર દેશના કોઈપણ ખૂણે હશે તો કાયદો એને નહિ છોડે અને સીરામીક ઉદ્યોગકારોના નાણા પરત મળશે એનું તેઓએ વચન આપ્યું હતું.

વધુમાં ગૃહમંત્રી જણાવ્યું હતું કે, કોઈ ઉદ્યોગકારો સાથે 2 કે 5 કરોડની છેતરપિંડી થાય તો બધા એમ માનતા હોય કે આવડી મોટી કંપનીના માલિકને આ કરોડોની ખોટ સહન કરવામાં કોઈ ફરક નહિ પડે, પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. ઉદ્યોગકારોને કરોડો રૂપિયાની ઠગાઈ થાય ત્યારે એનો બધો ધંધો ઠપ્પ થઈ જતો હોય છે. એક કંપની ચલાવવા માટે ઉદ્યોગકારોએ બેંકમાં લોન લીધી હોય એના હપ્તા ભરવા, કારખાના કામ કરતા અનેક મજૂરોને અને કર્મચારીઓને પગાર ચૂકવવો તેમજ માર્કેટ સતત ઉપર નીચે જાય અને ઉપરથી આવી ઠગાઈ થાય ત્યારે ઉદ્યોગકારો હાઇપર ટેનશન અને બીપી તેમજ ઉંઘ ન અવવી જેવી બીમારીનો શિકાર બને છે. ઉદ્યોગ ચલાવવોએ નાનીમાના ખેલ નથી. ઉદ્યોગ ચલાવવા માટે ઉદ્યોગકારોને આકરી મહેનત કરવી પડે છે. રાત દિવસ સતત મહેનત કરવી પડે છે ત્યારે કોઈ વેપારી આવી ઠગાઈ કરે તો એ ઉદ્યોગકારો બેહાલ બની જાય છે.

જો કે મોરબીના ઉદ્યોગકારોના સાહસને કારણે મોરબી ભારત જ નહીં દુનિયાભરમાં જાણીતું છે અને એમેરિકાની કંપની મોરબી સાથે ધંધો કરવામાં કરાર કરે એ સૌથી મોટો વિકાસ છે. ઉદ્યોગકારો આટલી મહેનત કરીને આગળ વધ્યા હોય ત્યારે ગુજરાત સરકાર તેને નાણાકીય વ્યવહારમાં સુરક્ષા આપવા કટિબદ્ધ છે અને એટલે આ સીટની રચના કરી છે. જેથી ઉદ્યોગકારોની એક પાવલી પણ ખોટી નહિ થવા દવ, અને ઉદ્યોગકારોની મહેનતને રંગ લાવવા ગુજરાત સરકાર જીઆઇડીસી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થા ઉભી કરશે તેવી પણ તેઓએ બાંહેધરી આપી હતી. ઉદ્યોગકારો દરેકના સ્વપ્ન સાકાર કરવા મથતા હોય ત્યારે ગુજરાત સરકાર પણ એમાં પૂરેપૂરો સહયોગ આપીને સ્વપ્ના સાકાર કરશે.

અંતમાં તેમણે મોરબી જિલ્લાના ધારાસભ્યોનો આભાર માનતા કહ્યું હતું કે, ઉદ્યોગકારોનો આ પ્રશ્ન તેઓ ગુજરાત સરકાર સમક્ષ લઈ આવ્યા હતા અને મોરબી જિલ્લાનો તેમજ ઉદ્યોગકારોનો પણ સ્વબળે વિકાસ કરવા બદલ આભાર માન્યો હતો.

- text

- text