ટંકારામાં શનિવારે હદય રોગનો નિઃશુલ્ક નિદાન કેમ્પ : સ્ટર્લિંગ હોસ્પિટલના ડો. ક્રિશ જીવાણી આપશે સેવા

 

નિષ્ણાંત ફિઝિશિયનની સેવા ઘરઆંગણે : છાતીમાં દુખાવો, ગભરામણ, હાઈ બીપી, ધબકારા વધવા તેમજ એન્જીઓગ્રાફી કે એન્જીઓપ્લાસ્ટીની સલાહ મળી હોય તેવા દર્દીઓનું સચોટ નિદાન કરાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હદયરોગની બીમારી માટે હવે ટંકારાવાસીઓને દૂર જવાની જરૂર નહીં રહે. કારણકે આગામી શનિવારે ટંકારામાં હદય રોગનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાનાર છે. જેનો લાભ લેવા સર્વે નગરજનોને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા અપીલ કરાઈ છે.

સૌરાષ્ટ્રની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ફિઝિશિયન ડો. ક્રિશ જીવાણી (MD medicine) દ્વારા ટંકારાની લતીપર ચોકડીએ જય કોમ્પલેક્ષ શોપ નં.1માં આવેલ ડો. વૃતિકા પરમારના સત્યમ ક્લિનિકમા આગામી તા.20 મેને શનિવારના રોજ સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી હદય રોગનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે.

આ કેમ્પમાં ચાલવાથી/ સીડી ચડવાથી છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી, હાઈ બ્લડ પ્રેસર, હદયની જૂની બીમારી, એન્જીઓગ્રાફી/ એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ કરાવેલ હોય કે કરવાની સલાહ આપેલ હોય, હદય વાલ્વની તકલીફ/ ધબકારા વધી જવા, બાળકોમાં થતી હદયરોગની તકલીફોનું સચોટ નિદાન કરવામાં આવશે.

ડો. ક્રિશ જીવાણી હાલમાં ડીએનબી કાર્ડિયોલોજીના પ્રોગ્રામ હેઠળ સૌરાષ્ટ્રના ખ્યાતનામ અને અનુભવી કાર્ડિયોલોજિસ્ટ ડો. મૃદુલ શર્મા સાથે કામ કરી રહ્યા છે. તેઓએ અત્યાર સુધીમાં અનેક જટિલ કેસોમાં સફળતા મેળવી છે. તેઓ હવે ટંકારાના આંગણે નિઃશુલ્ક સેવા આપવા આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આયુષમાન કાર્ડ ધારકો માટે હદય રોગ, કેન્સર સર્જરી/કિમોથેરાપી, રેડિએશન થેરાપીની સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન ફરજીયાત છે
રજીસ્ટ્રેશન માટે
મો.નં.9428467271
મો.નં.9898987878