બી.કોમ. સેમ -6ના પરિણામમાં મોરબીની વિદ્યાર્થીની સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ

- text


મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજની યસકલગીમાં વધુ એક સુવર્ણ પીંછું ઉમેરાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલા B.Com Sem-6ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને પી.જી.પટેલ કોલેજનું અને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલા B.Com Sem-6ના પરિણામમાં પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થિની સોનાગ્રા જશવંતી માલાભાઈએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે. જયારે કોલેજની અન્ય એક વિદ્યાર્થીની કોટેચા હેલી પરાગભાઈએ સમગ્ર યુનિવર્સિટીમાં સાતમો નંબર મેળવ્યો છે.

સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સર્વે સ્ટાફગણ દ્વારા બંને વિધાર્થીનીઓની આ અપ્રતિમ અને અતુલ્ય સિદ્ધિને બિરદાવીને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text