સલામત સવારી એસટી આમારી ! મોરબીથી દૈનિક 50 હજાર મુસાફરોને મુસાફરી કરાવી છે : હર્ષ સંઘવી

- text


મોરબીના આધુનિક બસસ્ટેન્ડને સ્વચ્છ સુઘડ રાખજો, રાજ્યના ગૃહમંત્રીની મુસાફરોને ટકોર

મોરબી : આજરોજ મોરબીના રૂપિયા 5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવા બસ પોર્ટના લોકાર્પણ સમારોહમાં હાલમાં મોરબી એસટી વિભાગ દ્વારા દૈનિક 33 હજાર જેટલા મુસાફરોને સલામત મુસાફરી કરાવવામાં આવી રહી છે તે આવનાર એક વર્ષમાં દૈનિક 50 હજાર મુસાફરો માટે સુવિધા સભર મુસાફરી કરવાની નેમ વ્યક્ત કરી મોરબીના મુસાફરો માટે ઇલેક્ટ્રિક એસી બસની સાથે હજુ પણ નવી નવી બસ ભેટ આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

આજરોજ મોરબી નવા આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબી આજે દેશમાં જ નહીં બલ્કે દુનિયાના ખૂણે ખૂણે જાણીતું બન્યું છે ત્યારે મોરબીની આગવી ઓળખ સમાન આ નવા આધુનિક બસ સ્ટેન્ડને કાયમી આવુને આવું સ્વચ્છ સુઘડ રાખવાની જવાબદારી મોરબીના રહેવાસીઓની હોવાનું ભાર પૂર્વક જણાવી મોરબીની સુવિધા માટે સરકાર કટ્ટીબદ્ધ હોવાનું અને સરકારની મોરબીની સુવિધા માટે જવાબદારી હોવાનું તેમને જણાવ્યું હતું.

આ તકે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હાલમાં મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા વિવિધ એક્સપ્રેસ, લોકલ, ઇન્ટરસિટી, અને ઇલેક્ટ્રિક બસ મારફતે દૈનિક 50 હજાર કિલોમીટર ઉપર બસ દોડવાઈ રહી છે અને મોરબી રાજકોટ વચ્ચે અતૂટ નાતો હોય દૈનિક 70 ઇન્ટરસિટી અને 20 જેટલી એસી ઇલેક્ટ્રિક બસ દોડવાઈ રહી છે જે આવનાર સમયમાં હજુ પણ વધારી મુસાફરોની સુગમતા માટે આગામી તા.21ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નવી 321 બસ ભેટ આપવામાં આવશે તેમાંથી પણ મોરબીને નવી બસ ફાળવવામાં આવશે તેમ જણાવી મોરબીને સુવિધા માટે સરકાર હમેશ વિચારાધીન હોવાનું તેમને જણાવ્યું હતું.

નવા આધુનિક બસસ્ટેન્ડના લોકાર્પણ સમારોહમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે હાલમાં મોરબી એસટી વિભાગ દ્વારા દૈનિક 33 હજાર જેટલા મુસાફરોને લોકલ, એક્સપ્રેસ, વોલ્વો, ગુર્જરનગરી, ઇન્ટરસિટી, મીડીબસના માધ્યમથી સલામત સવારી કરાવવામાં આવી રહી છે જે આવનાર વર્ષના આજ સમયગાળા સુધીમાં દૈનિક 50 હજાર મુસાફરોને સલામત મુસાફરી કરાવવામાં આવશે તેવી નેમ વ્યક્ત કરી એસટી વિભાગ દ્વારા મોરબી જિલ્લાની 5000થી વધુ દીકરીઓને ભણવા માટે નિઃશુલ્ક અને 6000થી વધુ વિદ્યાર્થીઓ માટે સરકારની 82.5 ટકા સહાયથી રાહતભાવે મુસાફરી કરાવવામાં આવી રહી હોવાનું તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

- text

- text