મોરબીથી વ્યાજખોરો સામે શરૂ થયેલ ઝુંબેશને કારણે રાજ્યની અનેક બહેનોના મંગળસૂત્ર બચ્યા : હર્ષ સંઘવી

- text


મોરબીના ધારાસભ્યો અને સાંસદના સુચનથી વ્યાજખોરો સામે પગલાં લેવાયા બાદ આખા રાજ્યમાં મોડલરૂપ કામગીરી કરાઈ હોવાનું જણાવતા ગૃહમંત્રી

વ્યાજખોરી અનેક ગુન્હાઓની જન્મદાતા : ગૃહમંત્રી સંઘવી

મોરબી : વ્યાજખોરી અનેક ગુન્હાઓની જન્મદાતા હોવાનું જણાવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે શરૂ થયેલ ઝુંબેશ મોરબીના ધારાસભ્યો અને સાંસદના સુચનનું પરિણામ હોવાનું જણાવી વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહીથી અનેક માતાઓ બહેનોના મંગળસૂત્ર બચી ગયા હોવાનું જણાવ્યું હતું.

આજરોજ મોરબી નવા બસસ્ટેન્ડના લોકાર્પણ સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબીના ધારાસભ્યો અને સાંસદ પ્રજાજનોની ખૂબ જ ચિંતા કરે છે સાંસદ અને ધારાસભ્યોએ સામુહિક રીતે સૂચન કરી મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે પગલા ભરવા તેમની સમક્ષ માંગણી કર્યા બાદ ત્વરિત કામગીરી કરી પોલીસે લોકદરબાર ભરી ઝુંબેશરૂપી કામગીરી કરતા અનેક પરિવારનો માળો વીંખાતા બચી ગયો હોવાનું અને બહેનોના મંગળસૂત્ર તેમજ ઘરના ઘર બચી ગયા હોવાનું ગૃહમંત્રી સંઘવીએ જણાવ્યું હતું.

વધુમાં ગૃહમંત્રી સંઘવીએ ઉમેર્યું હતું કે, મોરબીથી વ્યાજખોરો વિરુદ્ધ શરૂ થયેલ ઝુંબેશ બાદમાં રાજ્યવ્યાપી બની છે અને હજુ પણ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર મહિને આવી કામગીરી નિયમિતપણે ચાલુ રાખવા જણાવી વ્યાજખોરી અનેક ગુન્હાઓની જન્મદાતા હોય કડકમાં કડક હાથે કામગીરી કરવા ઉપર તેઓએ ભાર મુક્યો હતો.

- text

- text