કોઈ સલીમ સુરેશ બની કે સુરેશ સલીમ બનીને દીકરીને ફસાવશે તો કાયદો નહિ છોડે ! ગૃહમંત્રીની સાફ સાફ ચેતવણી

- text


પ્રેમ કરવાનો બધાને હક્ક પણ ષડયંત્ર નહિ સાંખી લેવાય : સલીમ સુરેશ બનશે કે સુરેશ સલીમ બનશે તો હું દીકરીનો ભાઈ બનીને ઉભો છું !

મોરબી : આજે મોરબીની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં છેલ્લા થોડા સમયમાં બહાર આવેલા લવ જેહાદ જેવા કિસ્સાઓને અત્યંત ગંભીરતાથી લઈ સાફ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, આજે મોરબીથી મારે ગુજરાત ભરને ચેતવણી આપતા જણાવવું છે કે, પ્રેમ કરવો એ ગુન્હો નથી પણ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બની બહેનો દીકરીઓને ફસાવે તે સાંખી નહિ લેવાય, દીકરીઓને પ્રેમજાળમાં ફસાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરી આ ષડયંત્રના મૂળ સુધી તપાસ કરવામાં આવશે અને ભોગ બનનાર દીકરીનો ભાઈ બની હું કડકમાં કડક પગલા લેવડાવીશ તેવી તેઓએ ખાતરી આપી હતી.

આજ રોજ મોરબીના નવ નિર્મિત નવા બસસ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે મોરબીથી સમગ્ર રાજ્યના લોકોને ચેતવણી આપવાની સાથે સાવધાન કરું છું, પ્રેમ કરવો કોઈ ગુન્હો નથી પણ સલીમ સુરેશ બનીને બહેન દીકરીને ફસાવે કે સુરેશ સલીમ બનીને બહેન દીકરીને પ્રેમજાળમાં ફસાવે તે જરાય સાંખી નહિ લેવાય.

વધુમાં આવા ગંભીર બનાવોમાં પોલીસને ત્વરિત કામગીરી કરવાની અને ભોગ બનનારને બીજી વખત પોલીસ સ્ટેશને ધક્કો ન ખાવો પડે તેવી ઝડપી કામગીરી કરવા સૂચના આપી પોલીસ આવા તત્વો સામે પગલા ભરવા સક્ષમ હોવાનું તેમને ઉમેરી પ્રેમજાળમા ફસાવવાના કેસમાં પોલીસ સમગ્ર ષડયંત્રના મૂળ સુધી તપાસ કરશે તેથી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવતા શખ્સોને શાનમાં સમજી જવા તાકીદ કરી દીકરીઓ બહેનોના ભાઈ બની ખુદ ગૃહમંત્રી આવા કિસ્સામાં કડકમાં કડક પગલા ભરાશે તેવી ખાતરી આપી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લામાં લવજેહાદ જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આવા બનાવમાં પોલીસ તંત્ર ગંભીર બની પગલાં લઈ રહ્યું હોવાનું મોરબીના નગરજનોને જણાવ્યું હતું.

- text