ગૌરવ : મોરબી જિલ્લાના બે શિક્ષકોની કૃતિઓની રાજ્યકક્ષાએ પસંદગી

- text


મોરબી : મોરબી જિલ્લાના બે શિક્ષકોની કૃતિઓની રાજ્યકક્ષાએ પસંદગી પામી છે. આથી બન્ને શિક્ષકોએ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ કરતા શિક્ષકોને પ્લેટફોર્મ મળે તે માટે દર વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાએ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે. આ વર્ષે યોજાયેલ ઇનોવેશન ફેસ્ટિવલમાંથી શૈક્ષણિક ટેક્નોલોજી કેટેગરીમાં સમગ્ર રાજ્યમાંથી પાંચ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી.જેમાંથી મોરબી જિલ્લાનાં બે શિક્ષકોની કૃતિ પસંદ થતા મોરબીના શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે.

જેમાં પ્રાથમિક વિભાગમાંથી બેચરભાઈ ગોધાણી અને માધ્યમિક વિભાગમાંથી અમિતભાઈ તન્નાની પસંદગી થતા જીસીઈઆરટી ગાંધીનગર ખાતે તારીખ 17/05/23 ના રોજ STTI ના કોન્ફરન્સ હોલમાં નિયામકશ્રી GCERT ડી એસ પટેલ સાહેબ સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ બન્ને શિક્ષકોની કામગીરીથી નિયામક સાહેબ ખૂબ પ્રભાવિત થયા હતા.

- text

- text