વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ફ્રી ફૂલસ્કેપ ચોપડા અપાશે

- text


શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (વરિયા બોર્ડિંગ )- મોરબી દ્વારા આયોજન : પાઠ્યપુસ્તકોની 50 ટકા કિંમત પણ ચૂકવવામાં આવશે

મોરબીઃ શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (વરિયા બોર્ડિંગ )- મોરબી દ્વારા વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ધોરણ ૬ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ ૫ ફુલસ્કેપ ચોપડા ફ્રી આપવામાં આવશે અને પાઠ્યપુસ્તકની 50% કિંમત ચૂકવવામાં આવશે.

સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના દરેક ગામમાં વસતા ધોરણ ૬ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને વાલીઓને જણવાવવામાં આવ્યું છે કે, વરિયા પ્રજાપતિ બોર્ડિંગ મોરબી દ્વારા પાઠ્યપુસ્તકની મૂળ કિંમતના ૫૦% રકમ ચૂકવવામાં આવશે. જેના માટે નવા ખરીદેલા પાઠ્યપુસ્તકનું બિલ શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના નામે બનાવીને રજુ કરવાનું રહેશે. આ ઉપરાંત દરેક ગામમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના ધોરણ ૬ થી કોલેજના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દિઠ ૫ ફુલસ્કેપ ચોપડા ફ્રીમાં આપવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓએ રિઝલ્ટની ઝેરોક્ષ પાછળ નામ સરનામું અને મોબાઈલ નંબર લખીને આપવાની રહેશે. જેના માટે વરિયા પ્રજાપતિ બોર્ડિંગ, સો- ઓરડી, મોરબી-2 ખાતે આગામી તારીખ 27 મેથી દર શનિવાર અને રવિવારે રાત્રે 9 થી 11 સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે પ્રવીણભાઈ એમ. વારનેશિયા (પ્રમુખ વરિયા બોર્ડિંગ- મોરબી) મો. નં.9825116192, નાથાભાઈ સવાડિયા મો. નં.9428277298, રાજુભાઈ ભોરણીયા (ઉમિયાનગર વાળા) મો. નં. 98799 63794, નીતિનભાઈ ધરોડીયા મો. નં.9033571561નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text