મોરબી કંડલા બાયપાસ ઉપર બંધ પડેલા ટ્રક પાછળ ડમ્પર ઘુસી ગયુ, ડમ્પર ચાલકનું મોત

- text


મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર રામેશ્વર પેટ્રોલ પંપ નજીક બંધ પડેલા વોલ્વો ટ્રક નંબર KA – 01 – AL – 8467 પાછળ ડમ્પર નંબર GJ – 03 – BY – 5949 અથડાતા ડમ્પર ચાલક મીનેશ રૂપસિંગ માવી રહે.રિગોલ,તા. ભાબરા, જિલ્લો.જાબુઆને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે હાઇવે ઉપર કોઈપણ નિશાની કે લાઈટો ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખનાર એફએમ વોલ્વો ટ્રકના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text