મોરબી પાણી પુરવઠા કચેરીમાં સ્ટાફની અછત, 30 ટકા સ્ટાફથી ચાલતો જિલ્લો

- text


ઇન્ચાર્જના હવાલે ચાલતી કામગીરીથી કર્મચારીઓ પણ થાકયા

મોરબી : મોરબીની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીમા સ્ટાફની ભારે અછત છે. જેમાં મોટાભાગની જગ્યા ઇન્ચાર્જના હવાલે છે. આથી ઇન્ચાર્જના હવાલે ચાલતી કામગીરીથી કર્મચારીઓ પણ થાકયા છે, કારણે સ્ટાફ ઉપર સતત કામનું ભારણ રહે છે. આથી આમાં ક્યાંથી પાણી પુરવઠા અને ગટરની કામગીરી વ્યવસ્થિત રીતે થાય ? તેવો સવાલ છે.

મોરબી જિલ્લા અખમાં પાણી પૂરું પાડતું પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી દ્વારા પાણી વિતરણની સાથે ગટરની પણ કામગીરી કરવામાં આવે છે. જેની વિભાગીય કચેરી અને 3 પેટા વિભાગીય કચેરી આવેલી હોય જેમાં વિભાગીય કચેરી 1 અને વિભાગીય કચેરી 3માં મોટાભાગના સ્ટાફની જગ્યા ખાલી છે. આ કચેરીમાં મંજુર થયેલી 49માંથી 18 જગ્યા જ ભરેલી છે એટલે મોટાભાગની જગ્યાઓ ચાર્જમાં ચાલે છે. જેમાં વિભાગીય કચેરીમાં મદદનીશ અને અધિક ઈજનેરમાં 4માંથી એક જ જગ્યા ભરેલી છે. વિભાગીય હિસાબનીશની એક જગ્યા હોય એ પણ ખાલી અને સિનિયર ક્લાર્કની ચારમાંથી બે ભરેલી, જુનિયર ક્લાર્કની 5 માંથી 3 ભરેલી સહિત વિભાગીયમાં કુલ 19 જગ્યામાંથી 8 જ જગ્યા ભરેલી છે.તેમજ પેટા વિભાગીય કચેરીમાં નાયબ કાર્યપાલક ઈજનેરમાં 3 માંથી 1 ખાલી, મદદનીશ અધિક ઈજનેરમાં 12 માંથી 5 ભરેલી, વર્ક આસી.ની ત્રણે ત્રણ જગ્યાઓ ખાલી, જુનિયર ક્લાર્કની 9 માંથી 3 જ ભરેલી સહિત કુલ 30 માંથી 10 જ જગ્યા ભરેલી છે. એટલે મોટાભાગનો સ્ટાફ ખાલી હોવાથી હાજર કર્મચારીઓમાં કામના ભારણની સાથે તનાવ પણ રહે છે.

- text

- text