શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવતો મોરબીનો દક્ષ અમૃતિયા

- text


મોરબી : તાજેતરમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટિંગ ચેમ્પિયનશિપ- 2023માં મોરબીના દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અમદાવાદ ખાતે ગત તારીખ 14 અને 15 મેના રોજ ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટિંગ ચેમ્પિયનશિપ-2023નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતભરના 200થી વધારે ખેલાડીઓએ રાયફલ અને પિસ્તોલ શૂટિંગમાં ભાગ લીધો હતો. જેમાં 0.177 એર પિસ્તોલ ઈવેન્ટમાં મોરબીની ઓમ શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં દક્ષ અમૃતિયાએ સારો દેખાવ કરીને 400માંથી 354 સ્કોર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

નોંધનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં રાજકોટ જિલ્લાની શૂટિંગ ચેમ્પિયનશિપ રાજકોટ ખાતે યોજાઈ હતી તેમાં પણ દક્ષ અમૃતિયાએ બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. દક્ષને રાયફલ શૂટિંત તથા પિસ્તોલ શૂટિંગનું કોચિંગ જાણીતા શૂટર્સ દીપભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. દક્ષ અમૃતિયાએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text