છેતરપિંડી કરનાર ગઠીયાઓની યાદી તૈયાર કરવા સિરામીક એસોશિએશનની 18મીએ અગત્યની બેઠક

- text


સરકારે ફ્રોડની તપાસ માટે સીટની રચના કરવા જાહેરાત કરતા જ એસોશિએશન દ્વારા ઉદ્યોગકારોની મિટિંગ બોલાવાઇ

મોરબી : મોરબી સિરામીક ઉદ્યોગકારો સાથે વ્યાપારના નામે થતી છેતરપિંડીનો પ્રશ્ન ઉકેલવા ગુજરાત સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવ્યા બાદ મોરબી સિરામીક એસોશિએશન દ્વારા દેશના જુદા-જુદા રાજ્યોમાં માલ મંગાવી બાદમાં નાણાં નહીં ચુકવનાર ચીટરોની યાદી બનાવવા આગામી તા,18ને ગુરુવારે મોરબી ખાતે અગત્યની બેઠક યોજી છે.

મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ હરેશ બોપલીયાના જણાવ્યા મુજબ સિરામીક ઉદ્યોગોમાં વેપારમાં ખુબ પૈસા ખોટા થાય છે અને ખુબ મોટા પ્રમાણમાં કંપનીઓ સાથે નાણાકીય ફ્રોડ થઇ રહ્યા છે ત્યારે તેમને અટકાવવા અને ફસાયેલા નાણાં ના ઝડપથી કેશ ચલાવી નિકાલ થાય. તે માટે સીરામીક એસોસિએશન દ્વારા રાજ્ય સરકારમા સીટની માંગણી મુકેલ હતી જે ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગો માટે સીટની નિમુણક કરવાનુ નક્કી કરેલ છે, વધુમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી સીરામીક ઉદ્યોગકારો સાથે મીટીંગ કરી આગામી તા.18ને ગુરુવારે લીલાપર કેનાલ રોડ ખાતે કેશવ બેન્કવેટ હોલ ખાતે સીટની જાહેરાત કરશે, જેથી આ મીટીંગમા દરેક ઉદ્યોગકારોએ બધા ભાગીદારો સાથે ફરજિયાત હાજર રહેવા જણાવ્યું છે.

વધુમાં સિરામીક એસોશિએશન મોરબી દ્વારા જે-જે કંપની સાથે ફ્રોડ થયેલ છે તે ફ્રોડનું લિસ્ટ લેટરપેડમાં 2 કોપીમાં સાથે લાવવા અને સ્ટેટ વાઈઝ ટોટલ રકમની યાદી બનાવી એક કોપી એસોસિએશનમાં જમા કરવાની હોય તમામ મેમ્બરોએ સમયસર હાજર રહેવા અને યાદી મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text