ભાજપના ધારાસભ્યો છેતરાયા ! મહાઠગ કિરણને પણ આંટી મારે તેવો ઠગ મોરબીમાંથી ઝડપાયો

- text


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો પીએ હોવાની ઓળખ આપી ભાજપના ધારાસભ્યને મંત્રી બનાવવાની લાલચ આપી નાણાં ખખેરતો : નાગપુર પોલીસે સિરામીક ફેક્ટરીમાંથી દબોચ્યો

મોરબી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો પીએ હોવાનો ઢોગ કરી મહારાષ્ટ્ર, ગોવા સહિતના રાજ્યોના ધારાસભ્યોને ની મંત્રી બનાવવાની લાલચ આપી જમ્મુ કાશ્મીરથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલને પણ ટક્કર મારે તેવો ઠગ મોરબીથી ઝડપાઇ ગયો છે. ધારાસભ્યો પાસેથી નાણાં માંગનાર આ શખ્સને હાલ મહારાષ્ટ્ર્ના નાગપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ રાતોરાત આ શખ્સને ઉપાડી લઈ ઉડી પૂછપરછ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાંથી નીરજસિંહ રાઠોડ નામના શખ્સને ગઈકાલે મહારાષ્ટ્રના નાગપુરની એલસીબી ઉઠાવી લીધો છે. આ બનાવની સૂત્રો પાસેથી વધુમાં મળતી વિગતો મુજબ આ શખ્સ નીરજસિંહ રાઠોડએ મહારાષ્ટ્રમાં ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાનો પીએ હોવાની ઓળખ આપી ત્યાંના ધારાસભ્યોને મંત્રી બનાવવાની લાલચ આપીને તેમની પાસેથી નાણાં પડાવ્યા હતા. જેમાં મધ્ય નાગપુર બેઠકના ભાજપના ધારાસભ્ય કુંભભારે નિરજસિંહ રાઠોડે નાગપુર પોલીસમાં ફરિયાદ નોંધાવો હતી. આ ધારાસભ્યને નિરજસિંહ રાઠોડએ મંત્રી બનાવવાની લાલચ આપી તેની પાસેથી નાણાં મેળવ્યા હતા અને નાગાલેન્ડ તેમજ ગોવાના ધારાસભ્યોને પણ ફસાવ્યા હોવાનું ખુલ્યું છે.

મોરબીથી ઝડપાયેલ આ શખ્સે ભાજપ પ્રમુખના પીએમ હોવાની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્ર રાજ્યમાં એકનાથ શિંદેની સરકારમાં ત્યાંના ભાજપના ધારાસભ્યોને ફસાવી નાણાં પડાવ્યા હોવાનું ખુલતા નાગપુર પોલીસે ગઈકાલે આ શખ્સની મોરબીથી ધરપકડ કરીને આકરી પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછમાં બીજા પણ ચોંકાવનારા રાજ બહાર આવે તેવી શકયતા છે.મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, નાગપુર પોલીસે જેની ધરપકડ કરી છે અને જેના ઉપર ભાજપના ધારાસભ્ય પાસેથી નાણાં ખંખેરેવાનો આરોપ છે તેવા નિરજસિંહ રાઠોડ ભાજપનો કોઈ હોદ્દેદાર કે કાર્યકર નથી. તેથી આ શખ્સ ઠગ હોવાનું હાલ પુરવાર થયું છે.

- text

- text