હળવદના સાપકડા ગામે ૨૯ વૃક્ષોનું નિકંદન, ફરિયાદની તજવીજ

- text


ગ્રામ પંચાયતે મજૂરી ચૂકવી વૃક્ષારોપણ કરાવ્યું હોય, સરકારી મિલકતને નુકસાની પહોંચાડવાનો ગુનો નોંધવા સરપંચની પીઆઈને રજુઆત

હળવદ : હળવદના સાપકડા ગામે તારની ફેન્સિંગ હોવા છતાં અમુક શખ્સોએ ઘુસીને ૨૯ જેટલા વૃક્ષોનો નાશ કર્યાનો બનાવ સામે આવતા ગામના સરપંચે ધોરણસરની ફરિયાદ દાખલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગામના સરપંચ નટુભાઈ કણજરીયાએ પીઆઈને કરેલી રજુઆતમાં જણાવ્યું કે સાપકડા ગામે રૂ.અઢી લાખના ખર્ચે ધોવાણીયા તળાવની પાળ ઉપર બાકડા,પેવર બ્લોક, સ્ટોન પેચીંગ તથા ફરતી ફેન્સીંગ તાર બાંધી જગ્યા પર વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોને સરકારની મનરેગા યોજના હેઠળ મજુરી ચૂકવી તેને પાણી પાઈને વૃક્ષોનું જતન કરવામાં આવેલ હતું. જે વૃક્ષોને તા ૧૭ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તારની ફેન્સીંગમાં ગેર કાયદેસર રીતે ઘુસી જાણી જોઈને આશરે ૨૯ જેટલા વૃક્ષો તોડી ભાંગી નાખી સરકારી મિલકતને નુકશાન પહોંચાડેલ છે.

આ મામલે સરકારી મિલકતને નુક્શાન પહોચડવા, ગેરકાયદેસર વૃક્ષો કાપવાના ગુના સબબ તથા આવું કૃત્ય કરવાથી વ્યર્થ ગયેલ સરકારી નાણા વસુલ કરવા ધોરણસરની એફ.આઈ.આર. દાખલ કરવાની માંગ છે.

- text

- text