મધર્સ ડે :જગતમાં બાળકના મુખમાંથી પ્રથમ નીકળતો શબ્દ “માં” 

- text


મધર્સ ડે નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ માતૃવંદના કરી

મોરબી : આજે મધર્સ ડે છે. ત્યારે મધર્સ ડે નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ માતૃવંદના કરીને જણાવ્યું હતું કે, માં જેવી વાત્સલ્ય મૂર્તિનો જગતમાં ક્યાંય જોટો જડે તેમ નથી. પોતાના બાળકને જરાય દુઃખ ન પડે તે માટે પોતે દરેક કસ્ટ હસતા મુખે સહન કરીને બાળકનું પોતાના જીવ કરતા પણ વધુ લાલન પાલનથી ઉછેર કરે છે. આવી પ્રેમાળ માતા સંતાનના ઉછેર અને ભણતર માટે પોતાની જાત નીચોવી નાખે છે. છતાંય હરફ સુધ્ધાં ઉચ્ચારતી નથી. આથી દરેક માતાનું કોઈ સંતાન રુણ ચૂકવી શકે નહીં અને આવી ઈશ્વરનું બીજું સ્વરૂપ ગણાતી વાતલયમયી માં પ્રત્યે આખું જગત ઋણી રહેશે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્ય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા,મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો મુશ્કેલ છે એટલે જ તો કવિએ લખ્યું છે જનની ન8 જોડ સખી નહિ મળે રે લોલ… બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટ વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.

- text

મુશકેલ છે, ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ, સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે…માતૃત્વ દિવસની શુભકામનાઓ અંતમાં તેઓએ સૌ કોઈને આપી માતૃત્વને વંદન કર્યા છે.

- text