ટંકારા નજીક ટ્રક – ખાનગી બસ વચ્ચે અકસ્માત : 3 ઘાયલ

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં બસના ડ્રાઇવર, ક્લીનર સહિત ત્રણ વ્યક્તિઓને ઇજા પહોચતા સારવાર 108 મારફતે સારવારમા ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક બસ અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં દલુરામ ખેમારામ ઉ.42, બાલારામ વરીગારામ ઉ.45 અને મુલારામ ખેમારામ નામના વ્યક્તિઓને ઇજાઓ પહોચતા 108ના પાઇલોટ કૃષ્ણરાજસિંહ જાડેજા અને ઇએનટી કલ્પેશભાઈ પરમારે ઇજાગ્રસ્તોને તત્કાળ સારવારમાં ખસેડયા હતા.

- text

બીજી તરફ અકસ્માતના બનાવ અંગેની જાણ થતા ટંકારા પોલીસ મથકના સોયબભાઈ, સાગરભાઈ અને જયપાલસિંહ ઝાલા બનાવ સ્થળે દોડી ગયા હતા અને બન્ને વાહનોને ક્રેઇનની મદદથી ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

- text