મોરબીમાં અદેપરના સરપંચ દ્વારા છાસ વિતરણ

- text


મોરબી : હાલની કાળઝાળ ગરમીમાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને અંગ દઝાડતી ગરમ લુ ફેંકાતી હોવાથી લોકો રીતસર શેકાય રહ્યા છે. ત્યારે આ અગન લુમાંથી રાહત મેળવી શકાય તે માટે અદેપર ગામના સરપંચ દ્વારા મોરબી સામાકાંઠે પોસ્ટ ઓફીસ પાસે લોકોને છાસ વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીના અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા હાલ કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવી શકે તે માટે મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફીસ પાસે છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અદેપર ગામના સરપંચ દ્વારા રસ્તે નીકળતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ગરમીમાં રાહત આપવા ઠંડી છાસ પીવડાવવામાં આવી હતી. અદેપર ગામના સરપંચે કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડી છાસ પીવડાવીને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.

- text

- text