મોરબીના શનાળા બાયપાસ પાસે ઝૂંપડાઓમાં આગ ભભૂકી

- text


આસપાસના લોકો અને ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલા ઝૂંપડાઓમાં આજે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળા એટલી ભીષણ હતી કે લગોલગ આવેલા અનેક ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો અને ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલા ઝૂંપડાઓમા આજે રાત્રે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગે પળવાળમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા અડોઅડ આવેલા અનેક ઝૂંપડાઓ ભડભડ સળગી ઉઠ્યા હતા અને ઝૂંપડાઓમાંથી ભીષણ જ્વાળાઓ ફાટી નીકળતી હતી. આ ઝૂંપડાઓમાં પરપ્રાતિયો રહેતા હતા. પણ આગ લાગી ત્યારે ઝૂંપડા અંદર કોઈ હતું નહીં એટલે સદભાગે જાનહાની અને મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી. પણ ઝૂંપડાઓ ભડભડ સળગતા હોય આ પરપ્રાતિયોની મરણમૂડી સમાન પૈસા લતા અને ઘરવખરી બળીને નાશ પામી છે. જો કે આગ લાગતાની સાથે આજુબાજુના લોકોએ જે હાથ લાગ્યું તે વાસણમાં પાણી ભરીને સળગતા ઝૂંપડાને ઠારવાની કોશિશ કરી હતી. તેમજ આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

- text

- text