બોલતી બજાર પ્રોજેક્ટ બદલ હરબટીયાળીના શિક્ષિકાનું સન્માન 

- text


ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના શિક્ષિકા દ્વારા બાળકોને ભણતા કરવા માટે બોલતી બજાર પ્રોજેક્ટ અંતર્ગત હરબટિયાળી ગામની દીવાલોને સચિત્ર સજાવવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વિશેષ સન્માન કરાયું હતું.

હરબટીયાળી ગામે ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરેલી “બોલતી બજાર” ની મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા દ્વારા ખાસ સમય ફાળવી મુલાકાત લેવામાં આવી હતી. તેમજ ગીતાબેનને સન્માન પુષ્પ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સમગ્ર જિલ્લામાં આવી કામગીરી કરવાનું આયોજન કરવા તૈયારી દર્શાવી હતી. સાથે સાથે હરબટીયાળી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જારીયા, નાયબ ડીપીસી પ્રવીણભાઈ ભોરણીયા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, રાજય પ્રતિનિધિ ચુનીલાલ, તાલુકા પંચાયતમાંથી જતીનભાઈ ચાવડા, સી.આર.સી. કૌશિકભાઈ, ગામના સરપંચ દેવરાજભાઈ, તલાટી મંત્રી દિવ્યેશભાઈ, આચાર્ય મગનભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text