હળવદ પાલિકામાં વહીવટીદારનું શાસન આવતાની સાથે વિકાસના કામો ટલ્લે ચડ્યા

- text


111 સફાઈ કર્મચારીઓ હોવા છતાં ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા

હળવદ : હળવદ નગરપાલિકામાં વહીવટીદારનું શાસન આવતાની સાથે જ વિકાસના કામો ટલ્લે ચડ્યા છે. જેમાં હળવદ શહેરની સફાઈ કરવા માટે 111 સફાઈ કર્મચારીઓ હોય અને લાખોનો પગાર ચૂકવાતો હોવા છતાં ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયા છે.

હળવદ નગરપાલિકામાં થોડા સમય પહેલા ગત બોડીની પાંચ વર્ષની ટર્મ પુરી થતા નગરપાલિકામાં વહીવટીદારનું શાસન આવ્યું હતું અને હળવદ પાલિકામાં વહીવટીદાર તરીકે મામલતદારને નિમાયા છે. પણ પાલિકામાં બોડી ન હોય અને વહીવટીદાર યોગ્ય ધ્યાન આપતા ન હોય હળવદમાં ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. જો કે હળવદ પાલિકામાં 111 સફાઈ કર્મચારીઓ કામ કરે છે. આ સફાઇ કર્મચારીઓને હળવદની સફાઈ કરવા માટે પગાર પેટે અંદાજે 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. પણ ઘણા સફાઈ કર્મચારીઓ ફરજમાં બેદરકાર રહેતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે અને સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા આવતા ન હોવાથી ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. તેથી વહીવટીદાર આ બાબતે યોગ્ય ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

- text

- text