મોરબીના રંગપર નજીકથી દેશી દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે બે ઝબ્બે

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે રંગપર ગામની સીમમાં બ્લેકબેરી સીરામીકની સામેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી બોલેરો ગાડી ઝડપી લઈ તલાસી લેતા ગાડીમાંથી 500 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બે શખ્સોને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ બ્લેકબેરી સીરામીક ફેક્ટરી નજીકથી શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો કાર લઈને નીકળેલા બે શખ્સોને અટકાવી ગાડીની તલાસી લેતા ગાડીમાંથી 500 લીટર દેશી દારૂ મળી આવતા આરોપી હરેશભાઇ રમેશભાઇ પીઠવા, રહે-મયુરનગર પાણીની ટાંકી પાસે,જોગાસર રોડ ધ્રાગધ્રા જી-સુરેન્દ્રનગર અને અફજલભાઇ અકબરભાઇ કુરેશી રહે-કાંતીનગર માળીયા ફાટક પાસે,મોરબી વાળાને અટકાયતમાં લઈ રૂપિયા 1.40 લાખની બોલેરો કાર સહીત 1.50 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text