સોનકી નહિ સુધરે ! ઘરમાંથી દેશી દારૂ ઝડપાયો

- text


માળીયા વનાળિયા સોસાયટીમાં એલસીબી પોલીસની કાર્યવાહી, મહિલા આરોપી ફરાર

મોરબી : મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતી સોનલ ઉર્ફે સોનકી નામની મહિલા અવાર નવાર દેશી દારૂ સાથે ઝડપાઇ જતી હોવા છતાં સુધરવાનું નામ ન લેતા પોલીસે વધુ એક વખત તેના ઘરમાં દરોડો પાડી 240 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. જો કે મહિલા ફરાર થઇ ગઇ હતી.

મોરબી એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે બાતમીને આધારે માળીયા વનાળિયા સોસાયટીમાં સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટિયાના ઘેર દરોડો પાડતા ઘરમાંથી 240 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4800નો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મહિલા પોલીસને હાથ લાગી ન હતી. આ બનાવ અંગે મોરબી એલસીબી ટીમે સોનલ ઉર્ફે સોનકી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text