ટ્રાઇના નવા નિયમો આજથી અમલી : ફોનમાં આવતા ફ્રોડ કોલ અને મેસેજથી મળશે રાહત

- text


મોરબી : ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, ટ્રાઈ તરફથી ફ્રોડ કોલ અને મેસેજ અંગે એક નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે આજે તા.1 મે 2023થી લાગુ થવા જઈ રહ્યો છે. જેથી લોકોને 1 મેથી ફ્રોડ કોલ અને મેસેજ મળવાની સંખ્યા ઘટી જશે. જોકે, આ એક ફૂલપ્રૂફ વ્યવસ્થા નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આનાથી મહદઅંશે ફ્રોડ કૉલ અને મેસેજ આવવાનું બંધ જરૂર થઈ જશે.

ટ્રાઈએ આ અંગે નવો નિયમ જાહેર કરી દીધો છે, જેને ટેલિકૉમ કંપનીએ અમલમાં મુકવો પડશે. જોકે, આ નિયમનું પાલન તા.1 મે 2023થી ફરજિયાતપણે કરવું પડશે. આ કામમાં ટ્રાઈ તરફથી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ મળી રહી છે. આનાથી ફોન પર ફ્રોડ કોલ અને મેસેજ આવવાનું ઓછું થઈ જશે. આ સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્પેમ ફિલ્ટરની જેમ કામ કરશે, જે ફ્રોડ કોલ અને મેસેજનેને ફિલ્ટર કરશે. ટ્રાઈના આ આદેશ બાદ જિયો અને એરટેલ બંને ટેલિકૉમ કંપની તરફથી એઆઈ ફિલ્ટર લગાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે એરટેલ 1 મેથી ફિલ્ટર વ્યવસ્થા શરૂ કરી શકે છે. તેમ જ જિયોને થોડો સમય લાગી શકે છે.

- text

એટલું જ નહીં, ટ્રાઈ અત્યારે અનેક પ્લાન પર કામ કરી રહી છે, જેનાથી યુઝર્સને ફ્રોડ કોલ અને મેસેજથી છૂટકારો અપાવી શકાય છે. આ માટે ટ્રાઈ પ્રમોશનલ કૉલ માટે નવો નિયમ પણ લાવવા જઈ રહી છે. સાથે જ કંપની કૉલર આઈડી ફિચર પર કામ કરી રહી છે, જેનાથી ફોન આવવા પર કૉલ કરનારાના નામની સાથે ફોટો પણ જોવા મળે. જોકે, ટ્રાઈના આ નવા નિયમથી લોકોને મહદઅંશે રાહત જરૂર મળશે.

- text