ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છા પાઠવતા યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી

- text


મોરબીઃ આજ રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશ-વિદેશમાં વસતાં તમામ ગુજરાતીઓને યંગ ઈન્ડિયા ગ્રુપ તથા દેવેનભાઈ રબારી દ્વારા ગુજરાત ગૌરવ દિવસની સૌને શુભકામના પાઠવવામાં આવી છે.

સૌને ગુજરાત ગૌરવ દિવસની શુભકામના પાઠવતા યંગ ઈન્ડિયા ગ્રુપ અને દેવેનભાઈ રબારી દ્વારા જણાવાયું છે કે, ગુજરાતની સંસ્‍કૃતિ અને ગરિમાની યાત્રા અતિતથી અનંત સુધી શાશ્વત છે. ૧ લી મે, ૧૯૬૦ના દિવસે ગુજરાતીઓ તરીકે, ગુજરાતના ભાગ્‍યનું નિર્માણ કરવાની એક યાત્રાનો આપણે આરંભ કર્યો હતો. મહાત્‍મા ગાંધી, સરદાર સાહેબ, સ્‍વામી દયાનંદ સરસ્‍વતી, શ્‍યામજી કૃષ્‍ણ વર્મા, પૂજય રવિશંકર મહારાજ, ઇન્‍દુચાચા અગણિત એવા મહાપુરુષો અને મનિષિઓના આશીર્વાદ, અનેક સર્જકો-સાહત્‍યિકારોનું માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ – આ બધાની સફળ પરિપાટીએ આપણા ગુજરાતની સાડા પાંચ દાયકાની વિકાસયાત્રાની મંઝિલ આપણે પાર કરી છે.

- text

આજે એ સૌનું સ્‍મરણ કરવાનો, ઋણ સ્‍વીકાર સાથે અભિવાદન- અભિનંદન કરવાનો અવસર છે. પડકારો વચ્‍ચે પણ ગુજરાતને ઘડવામાં ગુજરાતીઓની જનશક્તિનું સામર્થ્‍ય ઝળકયું છે. પુરૂષાર્થમાં ઓટ નથી આવી એટલે જ પ્રગતિની ગતિશીલતા વેગવંતી બની છે. ગુજરાત માટે કોણે શું અને કેટલું કર્યું તેનાં લેખાં-જોખાં કરવાનો આ અવસર નથી. ગુજરાત ગૌરવ દિવસ તો પ્રસંગ છે. ગુજરાતની સિદ્ધિઓનું નવી પહેલરૂપ સીમાચિન્‍હોનું ગૌરવ કરવાનો.અહીં પાંચ વીશા સો નહીં પણ સવાસો કરે એવા બાહોશ વ્યાપારીઓ છે.. આ એવો મુલક જ્યાં હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની…જ્યાં ખાવું પીવું ને મોજ કરવી એ બાળપણથી જ દરેક વાર્તાનાં સુખદ અંત તરીકે જીવનમાં વણાયેલું હોય.. સોનાની દ્વારિકા ને ખભાતનાં ચોર્યાસી વાવટાઓ મારા ગુજરાતની હજારો વર્ષની સમૃધ્ધિ બતાવે છે.

- text