મોરબીનો ધો. 4નો છાત્ર દેવાંશ સૌરાષ્ટ્ર ચેસ ચેમ્પિયન શીપમાં વિજેતા

- text


મોરબી : ધ શતરંજ ક્લબ એ.વી.પી.ટી.આઈ(રાજકોટ) દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ચેસ ચેમ્પિયનશીપ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની વિદ્યા ભારતી સંચાલિત શ્રી સરસ્વતિ શિશુ મંદિરમાં ધો. 4 માં આભ્યાસ કરતા દેવાંશ અલ્પેશભાઈ ગાંધીએ અન્ડર -9 ચેસ સ્પર્ધામાં ૫મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આટલી નાની ઉંમરમાં ચેસ સ્પર્ધામાં 5મો ક્રમાંક પ્રાપ્ત કરી દેવાંશએ સરસ્વતી શિશુ મંદિર, મોઢ વણિક સમાજ તેમજ મોરબીનું ગૌરવ વધારેલ છે.

- text

- text