ચીકુ, મીકુ થઇ જાવ તૈયાર ! કાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ

- text


મોરબીના 2700 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલોઃ પહેલીવાર વોટ્સએપથી જાણી શકાશે રિઝલ્ટ

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિકની ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર આવતીકાલે તા.2 મેના રોજ સવારના 9 વાગ્યે કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે.આ વખતે પ્રથમ વખત જ વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

- text

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિકની ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.મોરબી જિલ્લામાંથી આ વર્ષે કુલ 2700 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમના ભાગ્યનો ફેંસલો આવતીકાલે થશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. નોંધનીય છેકે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 10 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપી હતી.

- text