રવાપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે સગુણાબેન ચાડમીયાની બિનહરીફ વરણી 

- text


પ્રથમ તો રોડ-રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવાના પૂરતા પ્રયાસ કરીશું : સગુણાબેન

મોરબી : મોરબીના રવાપર ગ્રામ પંચાયતના ખાલી પડેલ ઉપસરપંચ પદ માટે પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં ઉપસરપંચે પદે રવાપરના સગુણાબેન મહેશભાઈ ચાડમિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

મોરબીની હાઈપ્રોફાઈલ ગણાતી અને વિકાસની હરણફાળ ભરનાર મોરબીના રવાપર ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચે થોડા દિવસો પહેલા પોતાના અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા આ પદ ખાલી પડ્યું હતુ. અને આજરોજ આ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 17 સભ્યોમાંથી બહુમતી સભ્યોએ સગુણાબેનને બિનહરીફ જાહેર કર્યા હતા. ત્યારે ઉપસરપંચ પદે બિનહરીફ વરણી પામેલા સગુણાબેનને તમામ ઉપસ્થિત સભ્યો તેમજ સરપંચ નીતિનભાઈ ભટ્ટાસાના સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે નવનિયુક્ત સગુણાબેને જણાવ્યુ હતુ કે, પ્રથમ રવાપર ગામની પ્રાથમિક સમસ્યાઓ જેવી કે રોડ રસ્તા, ગટર, પાણીની સમસ્યાઓ ઉકેલી બાદમાં રવાપરમાં ખુટતી સુવીધાઓ અને વિકાસના કામો હાથ ધરવામાં આવશે.તમામ હોદેદારો, સભ્યો મળી રવાપરના ગ્રામજનોને કોઇ ફરીયાદ ના રહે અને વધુમા વધુ સુવીધાઓ પુરી પાડવા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતુ.

- text

- text