હળવદના ખેતરડી નજીક 150 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના ખેતરડી નજીકથી સ્થાનિક પોલીસે મોટર સાયકલ ઉપર દેશી દારૂનો 150 લીટર જથ્થો લઈને નીકળેલા બે શખ્સને ઝડપી લઈ 73 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખેતરડી ગામ નજીકથી નરવીનભાઈ ઉર્ફે લાલો ભાવુભાઈ નંદેસરિયાને બાઈક ઉપર 100 લીટર દેશી દારૂ અને ધર્મદીપભાઈ પ્રતાપભાઈ તકમડીયા નામના યુવાનને બાઈક ઉપર 50 લીટર દેશી દારૂ લઈને જતા રંગે હાથ પકડી પાડી દેશી દારૂ તેમજ બે મોટર સાયકલ મળી કુલ રૂપિયા 73 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text