મોરબીના નવા બસ સ્ટેન્ડના બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવાનો સમય ન હોય તો અમે કરી નાખીએ : કોંગ્રેસ

- text


ભરઉનાળે મુસાફરો તડકામાં સેકાતા હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ કાલે ગુરુવારે કલેક્ટરને પાઠવશે આવેદન

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડમાં નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન હજુ થયું ન હોય ભરઉનાળે મુસાફરો તડકામાં સેકાઇ રહ્યા છે. ત્યારે આ મુદ્દો જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે જો શાષકો પાસે સમય ન હોય તો ઉદ્ઘાટન અમે કરી નાખીએ.

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું છે કે મોરબી શહેરનુ નવા બસ સ્ટેન્ડમાં નવુ બિલ્ડીંગ ઘણા સમયથી બની ગયેલ છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી મોરબી આવેલ અને તેના દ્રારા પણ નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન થયેલ નથી, તો કોની રાહ જોવામાં આવી રહી છે?ઉનાળાની ગરમીમા ખૂલ્લા તડકામા મુસાફરો શેકાઈ રહ્યાં છે.

- text

ત્યારે કઠોર હૃદયના શાસકો અને સરકાર પાસે ઉદ્ઘાટન કરવા માટે ટાઇમ નથી તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉદ્દઘાટન કરી આ અવ્યવસ્થાનો અંત લાવશે અને મોરબી જિલ્લાની પ્રજા હાલાકી દુર કરવા, ગુજરાતની ઊંઘતી સરકાર ને જગાડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલે તા. 27ને 11 વાગ્યે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલ છે.

- text