મોરબીમાં SMCની દારૂની રેઇડ બાદ સસ્પેન્ડ થયેલા 2 PSIનું બદલી સાથે પોસ્ટિંગ

- text


એસ. એમ. રાણાને અમદાવાદ ગ્રામ્યમાં તથા એ.એ.જાડેજાને ગોધરા મુકવામાં આવ્યા

મોરબી : મોરબીમાં એસએમસી દ્વારા રાજપર રોડ ઉપરથી મોટાપાયે વિદેશી દારૂ પકડ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવેલ બે પીએસઆઈને હવે બદલી સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.18/07/2022ના રોજ રાજપર રોડ પર આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીને 32.70લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને 13 શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં ડીજીપી આશિષ ભાટિયા દ્વારા એ ડીવીઝન પોલીસ મથકના 2 PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

- text

અંદાજે 6 મહિના બાદ હવે આ બન્ને PSIને બદલી સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં એસ. એમ. રાણાને અમદાવાદ ગ્રામ્યમાં તથા એ.એ.જાડેજાને ગોધરા મુકવામાં આવ્યા છે.

- text