કોરોના ગયો ગાજતો…! મોરબી જિલ્લામાં આજે ઝીરો કેસ

- text


5 દર્દીઓ રિકવર થતા હવે એક્ટિવ કેસ 20 જ વધ્યા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના જાણે ગાજતો ગયો હોય તેમ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમાંય આજે તો કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 459 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. બીજી તરફ આજે મોરબી તાલુકાના 3 તેમજ વાંકાનેર-હળવદ તાલુકાના એક-એક મળી કુલ 5 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ ઘટીને 20એ પહોંચી ગયા છે.

- text

- text