હું અમદાવાદનો રિક્ષાવાળો ! રિક્ષાવાળાના કારણે ગૃહમંત્રીએ ટુરિસ્ટની માફી માંગી 

- text


સાડાપાંચ કિલોમીટર અંતરના રિક્ષાચાલકે ટુરિસ્ટ પાસેથી રૂપિયા 647 વસૂલી પતાવી દેવાની ધમકી આપી : ટ્વીટર ઉપર ગુજરાતનો અનુભવ ટિવટ કરતા તપાસ શરૂ 

અમદાવાદ : અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં અજાણ્યા મુસાફરોને રિક્ષાવાળા અને ટેક્સીવાળા છેતરતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે ગુજરાત ફરવા આવેલા એક ટુરિસ્ટ સાથે અમદાવાદના રિક્ષાચાલકે દાદાગીરી કરી સાડાપાંચ કિલોમીટરની મુસાફરીના 647 રૂપિયા ભાડું વસૂલી જાનથી મારી નાખવા ધામકી આપી હોવાનું આ મુસાફરે ટવીટરના માધ્યમથી ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી સંદેશો પહોંચાડતા આ મામલે ગૃહમંત્રીએ માફી માંગી તપાસ શરૂ કરાવી છે.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ ગત તા.18 એપ્રિલના રોજ અમદાવાદ આવેલા દિપાન્સુ સેંગર નામના ટુરિસ્ટે ટ્વિટર પર પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો. દિપાન્સુ સેંગરે ટ્વિટ કરતા લખ્યુ હતુ કે, અમદાવાદમાં હવે દરરોજ ટુરિસ્ટને લૂંટવામાં આવે છે. મેં અમદાવાદમાં એક ઓટો રીક્ષા ભાડે કરી હતી, ઓટો રીક્ષાના ડ્રાઈવરે મારી પાસેથી 5.5 કિલોમીટરના 647 ચાર્જ વસુલ્યો હત અને આ રકમ ચૂકવવા માટે મને ધમકી પણ આપી હતી. આ રીક્ષાચાલકનું નામ કદાચ રેહાન હતું. મેં પોલીસ હેલ્પ લાઈન નંબરનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આ ઓટો રીક્ષાચાલકે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેના કારણે મેં 600 રૂપિયા ચૂકવી દીધા હતા. મેં આ રીક્ષાની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો. રેહાને કદાચ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું પણ ટ્વીટમાં જણાવ્યું હતું.

- text

વધુમાં દિપાન્સુ સેંગરની ટ્વિટ ટ્વિટર પર વાયરલ થઈ હતી અને આ ટ્વિટ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચી હતી. હર્ષ સંઘવીએ દિપાન્સુ સેંગરની ટ્વિટને જવાબ આપતા લખ્યુ હતું કે, આભાર, તમે આ માહિતી શેર કરી તે બદલ. દિપાન્સુ હું સૌથી પ્રથમ તમને તકલીફ થવા બદલ માફી માગુ છું. હું આ મેટરમાં વ્યક્તિગત રૂપે ધ્યાન રાખી રહ્યો છું. તમને મદદ માટેની ખાતરી આપી રહ્યો છું. ગુજરાતમાં આવતા તમામ ટુરિસ્ટ મહેમાન છે. તમે ચિંતા ન કરો. ગુજરાતમાં તમારો સમય આનંદમાં પસાર કરો હું તમને વચન આપુ છું કે, જ્યારે તમે ગુજરાતમાંથી પરત ફરશો ત્યારે તમારી પાસેથી ગુજરાતીની સારી યાદો હશે.

- text