મોરબી શહેરમાં પોલીસની ધાક ઓસરી : મહેશ રાજ્યગુરુ

- text


જિલ્લા બન્યા બાદ પોલીસની નિષ્ક્રિયતાથી મોરબી બિહાર બનવા તરફ આગેકૂચ કરી રહ્યાની કોંગ્રેસી આગેવાને ચિંતા વ્યક્ત કરી

મોરબી : સિરામીક નગરી મોરબીમાં દિન દહાડે હત્યા, ચોરી, છેડતી, બળાત્કાર, લૂંટ, અપહરણ, ખંડણી, મારામારી જેવા કેસો રોજબરોજ બની રહ્યા છે ત્યારે ગઈકાલે સરાજાહેર યુવાનને રેહસી નાખવામાં આવતા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ મોરબીમાં પોલીસનો કોઈ ડર ના હોય તેવી પરિસ્થિતિ થય ગઇ હોવાનો બળાપો ઠાલવી રાજ્યના ગૃહમંત્રીને મોરબીની સ્થિતિ અંગે પત્ર લખી રજુઆત કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા બન્યા બાદ પોલીસની નિષ્ક્રિયતાથી મોરબી બિહાર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે, જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો મોરબી એક ગુનાહની નગરી બની જશે.વધુમાં દિન દહાડે હત્યા, ચોરી, છેડતી, બળાત્કાર, લૂંટ, અપહરણ, ખંડણી, મારામારી જેવા કેસો રોજબરોજ બની રહ્યા છે ત્યારે પોલીસે કડક બનવાની જરૂર છે. અને આવા ગુનેગારો પેદા થાય તે પહેલાં જ નેસ્ત નાબૂદ કરી તેમની સામે કડક કામગીરી કરી પોલીસ પ્રજાને વિશ્વાસ અપાવે કે મોરબીમાં પોલીસ છે! પ્રજાના જાનમાલની રક્ષા માટે કાબેલ છે તેવો અહેસાસ કરવો વર્તમાન પરિસ્થતિમાં જરૂરી હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

વધુમાં મોરબીમાં ગત રાત્રીના હજારો માણસોની આવન જાવન વાળા રોડ રસ્તા પર એક વ્યક્તિની સરાજાહેર હત્યા કરવામાં આવી છે ત્યારે પોલીસ મોરબીમાં નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું હોવાનું જણાવી ગુજરાત સરકાર મોરબીમાં કડક અમલદારને મૂકીને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવે તેમ જણાવી આવનાર દિવસોમાં મોરબીમાં ગુંડાઓ બેફામ બની પ્રજાની સલામતી જોખમે તે પહેલાં પોલીસે કડક કાર્યવાહી કરી કાયદાનુ શાસન સ્થાપે તે જરૂરી હોવાનું અંતમાં મોરબી જિલ્લા કોગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરેલ છે.

- text