મોરબીના આલાપ પાર્કમાં ગેરકાયદે ગોડાઉન મામલે કલેક્ટરને ફરિયાદ 

- text


સોસાયટીના ગેઇટ સામે કોમર્શિયલ બાંધકામથી સેંકડો રહેવાસીઓ મુશ્કેલીમાં : વોંકળો પણ બુરી નાખવામાં આવતા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા 

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ નજીક આવેલ આલાપ પાર્કમાં કોઈ મનસુખભાઇ નામના રહેવાસીએ રહેણાંક હેતુ માટેની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ કરી ગોડાઉન બનાવી નાંખતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત અહીં વોંકળો બુરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવતા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થતા સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને સામુહિક રજુઆત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબીના રવાપર રોડ નજીક આવેલ સાયન્ટીફિકની વાડીમાં આવેલ આલાપ પાર્કના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને બે અલગ અલગ રજુઆત કરી ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, સોસાયટીના જમીન ઉપર અનધિકૃત બાંધકામ કરી વોંકળો બુરી નાખવામાં આવતા સુપર આલાપ પાર્ક સોસાયટીમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. વધુમાં સોસાયટીના રહીશોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોસાયટીના મેઈન ગેઇટ પાસે જ ખુલ્લા પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કરીને ગોડાઉન બાંધી લેતા આ મામલે સોસાયટીના પ્રમુખ અને અન્ય હોદેદારોએ અવાર નવાર આ પ્રવૃત્તિ બંધ કરવા કહેવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખતા હાલમાં સોસાયટીના રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા હોય તાત્કાલિક ગેરકાયદે બાંધકામ દૂર કરવા રજુઆત કરી હતી.

- text

- text