હળવદના ભલગામડા ગામે બઘડાટી મામલે સામસામી ફરિયાદ નોંધાઇ

- text


બાઈકનો અરીસો અડી જવા જેવી નજીવી બાબતે રૌદ્ર રૂપ ધારણ કર્યું

હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે સોમવારે સાંજના સમયે બાઈકનો અરીસો અડી જવા જેવી સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા આ મામલે હળવદ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.24ના રોજ સાંજના સમયે ભલગામડા ગામે રહેતા વિજયભાઈ ઉર્ફે કાળું ઉર્ફે ભાણો રમેશભાઈ ઉઘરેજા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે બાઈકનો અરીસો આરોપી હિતેશભાઈ મુકેશભાઈ કોળી અને ભુપતભાઇ હરખાભાઈના દીકરાને અડી જતા બન્ને આરોપીઓએ ગાળો આપતા મામલો બીચકયો હતો અને બાદમાં આરોપી વીનું હરખાભાઈ કોળી, ભુપત હરખાભાઈ કોળી, મનાભાઈ હરખાભાઈ કોળી, પ્રવિણ અરજણભાઈ કોળી અને બાલાભાઈ પ્રવીણભાઈ કોળી સાહિતના આરોપીઓ એકત્રિત થઈ ફરિયાદી વિજયભાઈ સમાધાન માટે આવેલ તેમના મામા પ્રભુભાઈ અને મામાના દીકરા હરેશભાઇ ઉપર હુમલો કરી પાઇપ તેમજ કાટા વાળી લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવી છે.

- text

જ્યારે સામે પક્ષે ભુપતભાઇ હરખાભાઈ ખાંભડિયાએ આરોપી વિજયભાઈ ઉર્ફે કાળું રમેશભાઈ ઉઘરેજા, પ્રભુભાઈ સુરાભાઈ દેત્રોજા, ગનાભાઈ સુરાભાઈ દેત્રોજા, હરેશભાઇ પ્રભુભાઈ દેત્રોજા અને ગોપાલભાઈ રમેશભાઈ ઉઘરેજા વિરુદ્ધ મોટર સાયકલ ભટકાળી ઝઘડો કરી ધોકા, પથ્થર અને છરી વડે હુમલો કરી બાદમાં ઘરમાં ઘુસી હુમલો કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text