મોરબી જિલ્લામાં આજે કોરોનાનો માત્ર એક કેસ જ નોંધાયો 

- text


સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 67 કેસનું ટેસ્ટિંગ, એક્ટિવ કેસ ઘટીને 30 થયા

મોરબી : મોરબી આજે રવિવારની જાહેર રજાના કારણે કોરોના પણ રજા ઉપર ગયો હોય તેવી સ્થિતિમા નવા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને આજે એક જ થઈ છે, જો કે, રજાના માહોલમાં ટેસ્ટિંગ ઘટ્યું હોય પોઝિટિવ કેસ ઘટયાનું પણ મનાઈ રહ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લામા માત્ર 67 શંકાસ્પદ કેસનું ટેસ્ટિંગ કરવામાં આવતા મોરબી ગ્રામ્યના એક જ કેસ પોઝિટિવ આવ્યા હતો.જો કે, મોરબીને બાદ કરતા વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા તાલુકામાં કોરોના કેસ આજે શૂન્ય રહ્યા હતા. આ સાથે જ આજે 2 દર્દીઓ સાજા થતા જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 30 થયા હતા.

- text

- text