ઘોઘો તો ઘોઘો જ ! બાઇક કાવા મારવાની ના પાડતા પિતા પુત્ર ઉપર આખો પરિવાર તૂટી પડ્યો

- text


હળવદના રાણેકપર ગામે નજીવી બાબતે હુમલો

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે બાઇકમાં કાવા મારી રહેલા ઘોઘાને સમજાવવા ગયેલા રાજુભાઇ અને તેમના પિતા ઉપર ઘોઘાના પરિવારજનોએ હુમલો કરતા કરતા ઇજાગ્રસ્ત બનેલા પિતાપુત્રને સારવારમાં ખસેડવા પડયા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના જુના રાણેકપર ગામે રહેતા રાજુભાઇ નવઘણભાઈ ઉડેચા ઉ.30 નામનો યુવાન અને તેના પિતા રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા બાઈકના કાવા મારી નીકળતો હોય કાવા નહિ મારવા માટે સમજાવવા ગયા હતા. જે બાબતે સારું નહિ લાગતા આરોપી રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા, અશ્વિન ચંદુભાઈ બાબરીયા, ચંદુભાઈ પ્રભુભાઈ બાબરીયા અને અણદીબેન ચંદુભાઈ બાબરીયા રહે. તમામ રાણેકપર વાળાઓએ એક સંપ કરી રાજુભાઇ અંર તેના પિતાજી ઉપર પાઇપ, ધોકા વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા ઘોઘા અને તેના પરિવાર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે.

- text