મોરબી – જેતપર રોડના કામનો અટોમેટિક મશીન વડે પ્રારંભ 

- text


સિરામિક ઝોન માટે મહત્વના ફોરટ્રેક રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની તાકીદ

મોરબી : મોરબીના સીરામીક ઝોનના મહત્વના મોરબી જેતપર-અણીયારી રોડ લાંબા સમયથી ખખડધજ હોય અંતે આ રોડનું કામ મંજુર થતા આજથી મોરબી જેતપર-અણીયારી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ઓટોમેટિક મશીનથી ફોરટ્રેકનું કામ શરૂ કરાવી રોડ વહેલી તકે પૂર્ણ કરવાની તાકીદ કરી છે.

મોરબીનો સીરામીક ઝોનનો મહત્વનો મોરબી-જેતપર-અણીયારી રોડ એકદમ બેહાલ બની ગયો હતો. લાંબા સમયથી આ લાંબો રોડ ખાડાથી ભરપૂર હોય સીરામીક ઉધોગકારો સહિતના તમામ વાહન ચાલકો માટે આ રોડ શરદર્દ બની ગયો હતો. આ રોડમાં ડામર ક્યાંય શોધ્યો જડે એમ ન હોય અને ખાંડે ખાડા હોવાથી સીરામીક ઝોનનો આ માર્ગ અકસ્માત ઝોન બની ગયો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોરબી-જેતપર-અણીયારી રોડને ફોરટ્રેક બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને થોડા સમય પહેલા આ રોડના ખાતમુહૂર્ત બાદ આજથી આ રોડને ફોરેટ્રેક બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ઓટોમેટિક મશીનથી આ રોડના કામની શરૂઆત કરાવી રોડનું કામ યોગ્ય અને પારદર્શક રીતે કરવા તેંમજ વાહન ચાલકોબે હાલાકી ન પડે તે માટે વહેલી તકે કામ પૂરું કરવાની જવાબદારોને સૂચના આપી હતી. તેઓએ અધિકારીઓ સાથે રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું અને ઓટોમેટિક મશીનથી મોરબી-જેતપર-અણીયારી રોડને ફોરેટ્રેક બનાવવાનું કામ જલ્દીથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.

- text

- text