મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી

- text


રમજાન ઇદ નિમિતે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું

મોરબી : મુસ્લિમ બિરાદરોનો રમજાન માસ પૂરો થતા રોજા રાખી આખો માસ અલ્લાહની બંદગી કરી આજે રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રમજાન ઇદ નિમિતે મુસ્લિમ બિરાદરો ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.

મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઇદની ઉજવણીના ભાગરૂપે ગ્રીનચોક પાસે આવેલ જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદનું ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ઈદનું ભવ્ય ઝુલુસ જુમ્મા મસ્જિદ ખાતેથી નીકળી ગ્રીનચોક, નહેરુ ગેઇટ ચોક, જુના બસ સ્ટેન્ડ થઈ ઇદગાહ મસ્જિદ ખાતે પહોંચ્યું હતુઁ. જ્યાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં સામુહિક નમાઝ અદા કરીને દુઆઓ માંગી હતી. બાદમાં આ ઝુલુસ પરત નવા ડેલા રોડ, નહેરુ ગેઇટ ચોક, સોની બજાર કુબેરનાથ રોડ થઈ મોચી શેરીમાં આવેલ મસ્જિદ ખાતે પહોંચીને પૂર્ણ થયું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ જોડાયને નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. તેમજ બાળકો સહિત તમામ લોકોએ એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી પાઠવી શાનો શૌક્ત ભેર ઇદની ઉજવણી કરી હતી.

- text

- text