ડો. પ્રશાંત મેરજાની ૧૫મી પુણ્યતિથિ નિમિત્તે યોજાશે વિનામુલ્યે મેડીકલ કેમ્પ 

- text


મોરબી: આપ બળે ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી, ગરીબ દર્દીઓની ફ્રી સારવાર કરનારા ડો. પ્રશાંત મેરજાની ૧૫મી પુણ્યતિથિ નિમિત્તે તા. ૨૩ એપ્રિલને રવિવારે સવારના ૮:૩૦ થી ૧૨ કલાકે ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી, અતુલ ઓટો ની બાજુમાં, મોરબી ખાતે વિનામુલ્યે સર્વરોગ નિદાન, સારવાર તથા દવા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત ડો. ભાવિન ગામી, જનરલ ફિઝિશિયન ડો. હિતેષ કણઝારિયા, બાળ રોગનાં નિષ્ણાંત ડો. શરદ રૈયાણી, ઓર્થોપેડિક સર્જન ડો. યોગેશ પેથાપરા, દાંતના રોગના નિષ્ણાંત ડો. આશિષ રાંકજા, નાક, કાન, ગળા રોગના નિષ્ણાંત ડો. અલ્પેશ ફેફર, ચામડીના રોગના નિષ્ણાંત ડો. ભાવેશ શેરસીયા, આંખના સર્જન ડો. મેહુલ પનારા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કૃષ્ણ એ. ચગ, નાક, કાન, ગળા રોગના નિષ્ણાંત ડો. તૃપ્તિ સાવરિયા વિનામુલ્યે સેવા આપશે. આ મેડીકલ કેમ્પનો વધુને વધુ દર્દીઓને લાભ લેવા ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન, ડો. ભાવીન ગામી, સન્ની મેરજાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text