મોરબીની હજનાળી પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં વર્ષ:2022-23માં ધોરણ 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તકે બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત અને ત્યારબાદ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના શિક્ષક સંજયભાઈ ગઢવી દ્વારા જાતે બનાવેલું કરુણ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે શાળા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા ભૂતપૂર્વ શિક્ષકો હેમરાજભાઈ સાણંદિયા, કાનજીભાઈ કાસુન્દ્રા, નીતેશભાઈ પડસુંબિયા, અમૃતાબેન રામોલિયા અને ઉષાબેન ચાવડા દ્વારા બાળકો આગળ ઉચ્ચ અભ્યાસ કરે તેમજ શાળા અને માતા પિતાનું નામ રોશન કરે એવું શુભેચ્છારૂપી પ્રોત્સાહન આપતુ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને ધોરણ 8ના બાળકો દ્વારા શાળાને ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અને ધોરણ 8ના વર્ગ શિક્ષક ગૌતમભાઈ ટુંડિયા દ્વારા વક્તવ્ય અને આભાર વિધિ કરવામાં આવી હતી. આ તકે ધોરણ 1 થી 8ના તમામ બાળકોને પૂરી, શાક, અને જાંબુનું ભોજન શાળાના સ્ટાફ દ્વારા કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા સપનાબેન પીઠડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અમિતભાઈ ખાંભરા, મોહિતભાઈ ચનિયારા અને ગોરધનભાઈ પરમારે પણ ભારે જેહમત ઉઠાવી હતી.

- text

- text