ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા મોરબી ઘટકમાં નવા હોદ્દેદારોની વરણી 

- text


મોરબી : ગઈકાલે તારીખ 20 એપ્રિલ ને ગુરુવારના રોજ મોરબીની ધી.વી.સી. ટેકનીકલ હાઇસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 (નો.ક.) સરકારી કર્મચારી મંડળની મોરબી ઘટક સંઘની સાધારણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી ઘટકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજ્ય સંઘના અધ્યક્ષ દિવ્યરાજસિંહ જાડેજા અને રાજ્ય સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક નિકુંજભાઈ સુંદરસાથની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિશેષ ઉપસ્થિત મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત બાદ, દિવ્યરાજસિહંના પ્રાસંગિક ઉદબોધનમાં સંઘના કાર્ય અને કાર્યપદ્ધતિ વિશે વાત કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત સરકારી કર્મચારીઓની હાજરી તેમજ વી.સી.હાઇસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય જે.પી.પડસુંબિયાની હાજરીમાં વી.સી.હાઇસ્કૂલના વરિષ્ઠ શિક્ષક બી. જે. કણસાગરા તરફથી મોરબી ઘટક સંઘના જિલ્લા પ્રમુખ પદ માટે મેહુલ એચ. દેથરિયા અને જિલ્લા મહામંત્રી પદ માટે દર્શન ઓ. પટેલનું નામ સૂચવવામાં આવ્યું હતું. જે હાજર કર્મચારીઓના સર્વાનુમતે પારીત કરવામાં આવ્યા હતા.

સાથે જ બેઠકમાં ઘટક સંઘના અન્ય હોદ્દેદારો પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ઉપપ્રમુખ પદે બિપીન ચોપડા, બિપીન હળવદીયા, વિશાલ બસિયા. સહમંત્રી પદે હાર્દિક વડાવિયા, ભાવેશ ડાંગર, હર્ષદ બોડા, સંદિપ ફૂલતરિયા. કોષાધ્યક્ષ પદે સુધીર ગાંભવા, મીડિયા કન્વીનર પદે હિરેન બરાસરા, આનંદ જાદવ, સલાહકાર સમિતિમાં હૈદર અલી સુમરા, રાજુ કોશિયા, હમીરભાઇ વાઘેલા તેમજ મહિલા પ્રતિનિધિમાં ધર્મિષ્ઠા ટિટોડિયા અને ઉર્મિલાબા ઝાલાની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મોરબી ઘટક સંઘના નવ નિયુક્ત પ્રમુખ મેહુલ દેથરિયાએ વિશેષ ઉપસ્થિત હોદ્દેદારોને તેમજ નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી અને સંઘના હિતમાં કામ કરતા રહેવાનું આશ્વાસન આપ્યું હતું.

- text

- text