મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન સમયે જ બત્તી ગુલ

- text


સીએમ ભુપેન્દ્ર પટેલનું આગમન બાદ પાંચ મેરેથોન બેઠકનો પ્રારંભ

મોરબી : મોરબીમાં આજે સીએમ ભુપેન્દ્ર પટેલ નિર્ધારિત સમયે આવી પહોંચ્યા હતા અને સ્કાય મોલ ખાતે તેમની અધ્યક્ષતા પાંચ. બેઠક યોજાવાની હોય પ્રથમ ભાજપના સ્થાનિક હોદેદારો અને કાર્યકરો સાથે તેમની બેઠક યોજાઇ હતી.જો કે સીએમના આગમન સમયે જ બતી ગુલ થઈ ગઈ હતી. ચાલુ કાર્યક્રમમાં પાંચ મિનિટ સુધી લાઈટ બંધ રહેતા દોડધામ મચી ગઇ હતી.

મોરબી નજીક આજે સવારે હેલિપેડ ખાતે ઉતારણ કર્યા બાદ સીએમ પટેલ પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ્કાય મોલ પહોંચ્યા હતા જ્યાં પાંચ મેરેથોન બેઠકો યોજાવાની હોય સીએમના આગમન બાદ સમગ્ર જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો સાથે પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ સ્વાગત પ્રવચન શરૂ કર્યું અને પીજીવીસીએલના દાંડિયા ડફફ થઈ ગયા હતાં. લાઈટ ગુલ થઈ જતા થોડીવાર માટે ચાલુ કાર્યક્રમમાં દોડધામ મચી ગઇ હતી.

મોરબીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક સાથે પાંચ પાંચ બેઠકોને સંબોધન કરવા આવી પહોંચ્યા બાદ તેમના રૂટ ઉપર ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમ સ્થળે જિલ્લા ભાજપ પ્રમુખનું ભાષણ ચાલુ થતા જ લાઈટ ગુલ કાર્યકર્તા, હોદેદારોની બેઠકમાં હો-હા મચી ગઇ હતી. હજુ પ્રથમ બેઠકમાં વીજ તંત્રના ધાંધીયા સામે આવતા બીજી ચાર બેઠકો હજુ યોજાવાની હોય ત્યારે ફરી ખામી ન સર્જાઈ તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે અને વીજ તંત્રને કડક સૂચના પણ આપી દેવાય હોવાનું જાણવા મળે છે.

- text

 

 

- text