લખી લ્યો મારો નંબર… લુખ્ખા બુખ્ખા આવે તો ફોન કરજો….કાંતિલાલ સુપરમાર્કેટમાં

- text


મોરબી : મોરબીની સુપર માર્કેટમાં ગઈકાલે છેડતીની ઘટના બાદ ગાંધીનગરથી તુરત જ આકરી પ્રતિક્રિયા આપનાર લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ આજે મોરબી આવી સીધા જ છેડતીની ઘટના સ્થળ એવા સુપર માર્કેટ પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે સંવાદ કરી લખી લ્યો મારો નંબર… લુખ્ખા બુખ્ખા આવે તો ફોન કરજો…. એમ જણાવી મોરબીમાં એક જ દાદો અને એ હનુમાન દાદો જ હોવાનું જણાવી વેપારીઓને કોઈનાથી પણ નહીં બીવા ભારપૂર્વક કહ્યું હતું.

મોરબીની સુપર માર્કેટમાં અભ્યાસ માટે આવતી દીકરીઓની સરાજાહેર છેડતીનો વિડીયો વાયરલ થયા બાદ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિડીયો સંદેશ જાહેર કરી કહ્યું હતું કે, હું કર્ણાટકથી ગાંધીનગર પહોંચ્યો ત્યાં જ મોરબીની ગંભીર બાબત સામે આવી છે જે ચિંતા જનક બાબત છે.

વધુમાં તેઓએ ગઈકાલે વીડિયોમાં જાહેર કર્યું હતું કે આવતીકાલે એટલે કે આજે શુક્રવારે મોરબી પહોંચી સીધો જ સુપર માર્કેટની મુલાકાત લઈશ અને જાહેર કર્યા મુજબ આજે કાંતિલાલ સવારે 9 વાગ્યે સુપરમાર્કેટ પહોંચી ગયા હતા અને જ્યાં બનાવ બન્યો તે સ્થળે જઈ વેપારીઓ સાથે સંવાદ કરી કહ્યું હતું કે, મોરબીમાં લુખ્ખાગિરી બિલકુલ નહિ ચલાવી લેવાય… વધુમાં વેપારીઓને કોઈની પણ બીક રાખ્યા વગર સીધો જ મોબાઈલ ઉપર સંપર્ક કરવા કાંતિલાલે આહવાન કરી મોરબીમાં એક જ દાદો અને એ હનુમાન દાદો હોવાનું કહી વેપારીઓને સુપર માર્કેટમાં ચોકીદાર રાખવાની સાથે સફાઈ વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપવા સૂચન કર્યું હતું.

- text

- text