ગુજરાત સરકાર મોરબીને કઈ ઘટવા નહીં દે : પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા 

- text


વન ડે વન ડીસ્ટ્રીકટ અંતર્ગત જનપ્રતિનિધિ, અધિકારીઓ પાસેથી મોરબીના ડેવલોપમેન્ટ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૂચનો મેળવ્યા 

મોરબી : ગુજરાત સરકારના વન ડે વન ડીસ્ટ્રીકટ અંતર્ગત આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારથી મોરબીની મુલાકાતે છે અને કાર્યકર્તાઓથી લઈ જનપ્રતિનિધિઓ, બુદ્ધિજીવીઓ અને અધિકારીઓ પાસેથી મોરબીના ડેવલોપમેન્ટને લઇ મહત્વપૂર્ણ સૂચનો મેળવી મોરબીને કઈ પણ ઘટવા નહીં દેવામા આવે તેવું મોરબીના પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ જણાવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના વિકાસ કામો અને સર્વાંગી વિકાસ માટે વન ડે વન ડીસ્ટ્રીકટ યોજના શરૂ કરી છે જે અન્વયે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી આવ્યા હોવાનું જણાવી જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે, મોરબીના વિકાસની ગાડીને સડસડાટ દોડાવવા માટે આજે મુખ્યમંત્રી મોરબીની મુલાકાતે છે, આજે સવારથી સાંજ સુધીમાં કાર્યકર્તાઓથી લઈ ચૂંટાયેલી પાંખ, જનપ્રતિનિધિ, બુદ્ધિજીવીઓ, સામાજિક અગ્રણીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે મેરેથોન મિટિંગ કરી મોરબીનો ડેવલોપમેન્ટ મેપ તૈયાર કરી મોરબી જિલ્લાને કઈ પણ ઘટવા નહીં દેવામાં આવે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.

- text

- text