ઇકો કારમાં મુસાફરી દરમિયાન યુવાનને કાળનો ભેટો, હાર્ટ એટેક આવતા મૃત્યુ

- text


વાંકાનેરથી મોરબી વચ્ચેની સફર અંતિમ સફર બની

વાંકાનેર : આજની ભાગદોડ ભરી જીવનશૈલી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, યુવાનો ક્રિકેટ રમતા, રાસ ગરબે રમતા કે વોકિંગ જોગિંગ કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેરથી ઇકો કારમાં મોરબી આવી રહેલા યુવાનને હાર્ટ એટેક આવી જતા કાળનો ભેટો થઈ ગયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાન ગઈકાલે વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા હતા જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text