મોરબીમાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ તથા મોરબીના સહયોગી દાતાઓ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ યોજાયો હતો. જેમાં વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓને જરૂરી સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.

બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ તથા મોરબીના સહયોગી દાતાઓ દ્વારા આજે બુધવારે સવારે 9 થી 12 દરમિયાન ઉમા હોલ, બહુચરાજી માતાજીના મંદિર સામે રવાપર મોરબી ખાતે વિકલાંગતા અને દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ તથા મોરબીના સહયોગી દાતાઓ દ્વારા અગાઉ ગત તા.10 માર્ચના રોજ વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓના નિદાન ચકાસણી બાદ આજે જરૂરિયાતમંદ વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસીકલ, વહીલ ચેર, જયપુરી ફૂટ, કેલીપર્સ, બગલ બોડી, વોકર, સ્ટીક વગેરે જીવન જરૂરી સાધનો મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા અને હિરેનભાઈ ભટાસણા, નિલેશભાઈ કાલરીયા તેમજ નરેશકુમાર દવે સહિતનાએ જરૂરી વ્યવસ્થા સંભાળી હતી.

- text

- text