કોરોના હળવો પડ્યો : મોરબી જિલ્લામાં આજે 11 કેસ

- text


27 દર્દીઓ ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 158 થઈ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોના હળવો પડ્યો હોય તેમ કેસ માત્ર 11 જ નોંધાયા છે. સામે 27 દર્દીઓ ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 158એ પહોંચી ગઈ છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા આજે 1085 જેટલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 11 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 8 કેસ, મોરબી શહેરમાં 2 કેસ, માળિયા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.જ્યારે વાંકાનેર, હળવદ અને ટંકારા ગ્રામ્ય તથા શહેરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

બીજી તરફ આજ રોજ 27 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ રિકવર થઈ ગયા છે. જેને પગલે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 158 થઈ ગઈ છે.

- text

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રવિવારના દિવસે મોરબી જિલ્લાના માત્ર 4 જ કેસ નોંધાયા હતા. જેની પાછળનું કારણ ગઈકાલે માત્ર 164 જેટલા લોકોના જ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. પણ આજે તો રાબેતા મુજબ 1000થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમ છતાં પ્રમાણમાં ઓછા કેસ સામે આવ્યા છે. જે મોરબી જિલ્લા માટે રાહત સમાન છે.

- text