ખોખરા હનુમાનજીધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

- text


હનુમાન જયંતિએ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, નામાંકિત કલાકારો ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવશે

મોરબી : મોરબીના બેલા-ભરતનગર વચ્ચે આવેલ ખોખરા હનુમાનજી હરિહરધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે અને હનુમાન જયંતિએ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.જેમાં નામાંકિત કલાકારો ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવશે

સમગ્ર મોરબી પંથકમાં અસ્થાન કેન્દ્ર એવા ખોખરા હનુમાનજી હરિહરધામ ખાતે અંનત વિભૂષિત મહામંડલેશ્વર કંનકેશ્વરી દેવીના સાનિધ્યમાં તા.6 થી 9 એપ્રિલ સુધી હનુમાનજી જયંતિ અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા. 6ના રોજ ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં દેવરાજભાઈ ગઢવી, લોકસાહિત્યકાર શક્તિદાનભાઈ ગઢવી અને તા 7ના રોજ લલિતાબેન ઘોડાદ્રા અને સાધ્વી જયશ્રી માતાજી ભજનો અને લોકસાહિત્યની સરવાણી વહાવશે.તેમજ તા.8 અને તા.9ના રોજ રામ ભક્ત મંડળ બિકાનેર-રાજસ્થાન દ્વારા રામ ચરિત માનસના અંખડ પાઠ યોજાશે.તેમજ તા 6ના રોજ હનુમંત યજ્ઞ યોજાશે. આ કાર્યક્રમોનો લોકોને મોટી સંખ્યામાં લાભ લેવા ખોખરા હનુમાનજી હરિહરધામ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

- text

- text