આવતીકાલે રવિવારે મોરબીના અનેક વિસ્તારોમાં વીજ કાપ 

- text


મોરબી : આવતીકાલે તારીખ 2 એપ્રિલ ને રવિવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીના કારણે PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલિકોમ ફીડર સવારે 7-30 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે અનેક વિસ્તારમાં વીજ કાપ રહેશે.

- text

પીજીવીસીએલ મોરબીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે રવિવારે મેન્ટેનન્સની કામગીરીના કારણે મોરબીના ટેલિકોમ ફીડર હેઠળના વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.1,2,3, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર, ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

- text